ચીન મુદ્દે બોલ્યા નહીં PM, રાહુલ ગાંધીએ કહ્યું ‘તુ ઈધર ઉધર કી ન બાત કર…’

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશવાસીઓને સંબોધિત કરતા કોરોના વાયરસની હાલની સ્થિતિ અને અનલોક-2 સહિતના મુદ્દે વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ 80 કરોડ દેશવાસીઓને નવેમ્બર સુધી મફત અનાજ આપવાની મોટી જાહેરાત પણ કરી છે. પણ, તેમણે પોતાના આ સંબોધનમાં ચીન સાથે બોર્ડર પર ચાલી રહેલા તણાવનો એકપણ વખત ઉલ્લેખ કર્યો નથી.


અનલોક 2: PM મોદીની મોટી જાહેરાત, રાશનકાર્ડ ધારકોને નવેમ્બર સુધી મળશે ફ્રી અનાજ




રાહુલ ગાંધીએ પીએમ મોદીના સંબોધન પહેલા ટ્વિટ કરતા જણાવ્યું હતું કે ચીનના સૈનિક લદાખમાં ચાર જગ્યાઓ પર બેઠા છે. નરેન્દ્ર મોદી તમે તમારા સંબોધન દ્વારા દેશને જણાવજો કે ચીનના સૈનિકોને હિન્દુસ્તાન ક્યારે નીકાળશે અને કેવી રીતે? પીએમ મોદીના સંબોધન પછી હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીના સંબોધન પછી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને શાયરીના અંદાજમાં પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ ટ્વિટથી રાહુલ ગાંધીએ ફરી એકવખત ચીનના મુદ્દે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.




અમને તે વાત સાંભળીને ખુશી થઈ છે કે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષના સૂચન પર ધ્યાન આપ્યું છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...