ઓવૈસીનું ધાર્મિક કાર્ડ, બકરી ઈદ ભૂલી ગયા PM

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, આજે ચીન પર બોલવાનું હતું, બોલી ગયા ચણા પર. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નવેમ્બર સુધી ફ્રી રાશન આપવાની જાહેરાત કરી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


ઓવૈસીએ ટ્વીટ કરી કે, આજે ચાઈના પર બોલવાનું હતું, બોલી ગયા ચણા પર. તે પછી ઓવૈસીએ લખ્યું કે, તે પણ જરૂરી હતું, કેમકે કોઈ તૈયારી વિના કરાયેલા લોકડાઉન બાદ ઘણા બધા લોકોની આજીવિકા છીનવાઈ ગઈ.




ઓવૈસીએ ધાર્મિક ટ્રમ્પ કાર્ડ રમતા લખ્યું કે, ભાષણમાં બીજી એક બાબત નોટિસ કરી. તમે આવનારા મહિનામાં ઘણા તહેવારોનો ઉલ્લેખ કર્યો, પરંતુ બકરી ઈદને યાદ ન કરી?  ચાલો, તો પણ તમે પેશગી ઈદ મુબારક.


પીએમ મોદીની ભેટ
પીએમ મોદીએ પોતાના છઠ્ઠા રાષ્ટ્રને નામ સંબોધનમાં કહ્યું કે, ‘આપણે ત્યાં વર્ષા ઋતુ દરમિયાન અને તે પછી મુખ્યત્વે એગ્રીકલ્ચર સેક્ટરમાં જ વધુ કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી રહે છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોનો પણ માહોલ બનવા લાગ્યો છે. તહેવારોનો આ સમય, જરૂરતો પણ વધારે છે, ખર્ચા પણ વધે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા એ નિર્ણય લેવાયો છે કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા સુધી, એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી કરવામાં આવશે.’ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. જો તેમાં ગત 3 મહિનાનો ખર્ચ પણ જોડી દેવામાં આવે તો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...