PM મોદીએ BJP કાર્યકર્તાઓની કરી પ્રશંસા, કહ્યું – કોરોનાકાળમાં ગરીબોની કરી સેવા

પટના: ‘સેવા હી સંગઠન’ એટલે કે સેવા કરવી એ સંગઠન છે હેઠળ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહારના બીજેપી કાર્યકર્તા અને સાથી અભિનંદનને પાત્ર છે. બાકી લોકો કહેતા હતા કે પૂર્વ ભારતમાં વધુ ગરીબી છે, ત્યાં કોરોના વાયરસ વધુ ફેલાશે પણ તમે લોકોએ તમામને ખોટા સાબિત કર્યા છે. પીએમ મોદીએ બિહારના બીજેપીના કાર્યકર્તાઓને કહ્યું કે હું જોઈ રહ્યો છું કે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો માટે મોટો પડકાર છે. તમે લોકોએ પરત ફરેલા શ્રમિકોના કલ્યાણ માટેના કામ કર્યા છે. સંકટના સમયમાં પણ તમે ખૂબ જ મહેનતથી સેવા કરી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપીના તમામ કાર્યકર્તાઓની સાથે ડિજિટલ સમીક્ષા બેઠક કરી રહ્યા છે. કોરોનાકાળમાં બીજેપીના કાર્યકરોએ કરેલા કામો સહિત આગામી સમયમાં કોરોના સામે કેવી રીતે લડવાનું છે તે અંગેની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને દિશા-નિર્દેશ આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે આગળ પણ આ રીતે લોકોની મદદ કરતા રહેજો.



‘સેવા હી સંગઠન’ એટલે કે સેવા કરવી એ સંગઠન છે કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આસામના કાર્યકર્તાઓ એકસાથે ઘણાં પડકારોનો સામનો કરી રહ્યા છે. લોકોનો ભાજપ પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જે મોટા પ્રમાણમાં ઉત્તરપ્રદેશમાં કામ થયું છે, જે રીતે સરકાર અને સંગઠને તમામ વસ્તુને સંભાળી છે તેઓ અભિનંદનને પાત્ર છે. એક એવા સમયમાં કે જ્યારે દુનિયા પોતાના લોકોને બચાવી રહી છે ત્યારે તમે પોતાની ચિંતા છોડીને પોતાને ગરીબો અને જરૂરિયાતમંદની સેવામાં સમર્પિત કર્યા છે. આ સેવાનું ખૂબ મોટું ઉદાહરણ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...