ખંભાળિયામાં આભ ફાટ્યું, NDRFની ટીમના 21 જવાનો તૈનાત કરાયા

ખંભાળિયામાં ગઈકાલે થયેલા અતિ આક્રામક વરસાદના કારણે 2 જ કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આવામાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકામાં ઘણાં ઠેકાણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવામાં ભારે વરસાદની સ્થિતિમાં જીવનું જોખમ ઉભું થાય તે પહેલાથી લોકોની મદદ માટે NDRFના જવાનો તૈનાત કરાયા છે. આ સાથે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેના કારણે ઘણી ટીમોને સ્ટેન્ડબાય પણ રાખવામાં આવી છે.


રિપોર્ટ્સ મુજબ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને પોરબંદરમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેથી જો આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો આ ટીમો મદદમાં જોડાઈ શકે છે. આ ટીમમાં 21 સભ્યો છે. આ ટીમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ગુજરાત પોહોંચી છે. ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ સહિતની વસ્તુઓ છે જે આપત્તિના સમયમાં લોકોની મદદ કરવામાં મહત્વની સાબિત થતી હોય છે.


રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે


કોરોના વાયરસના ફેલાવા વચ્ચે આ આપત્તિ આવી છે ત્યારે NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી વખતે વાયરસ ફેલાવાની સંભાવના ના રહે તે અંગેની કાળજી રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...