ICCના ચેરમેન પદેથી શશાંક મનોહરનું રાજીનામું
નવી દિલ્હીઃ શશાંક મનોહરે બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહ્યા. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કોલિન ગ્રેવ્સ આઈસીસીના નવા ચેરમેન બને તેવી સંભાવના છે. નોંધનીય છે કે બીસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ મનોહર ત્રીજી વખત બે વર્ષના કાર્યકાળને આગળ વધારવા ઈચ્છતા ન હતા.
હોંગકોંગના ઈમરાન ખ્વાજા પણ રેસમાં હતા
જોકે, હોંગકોંગના ઈમરાન ખ્વાજાનું નામ પણ આ પદની રેસમાં હતું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમને પૂર્ણકાલિન સભ્યોનું સમર્થન નથી. સૂત્રોનું કહેવું છે કે ગ્રેવ્સને ટેસ્ટ રમતા તમામ મુખ્ય દેશોનું સમર્થન મળ્યું છે.
મનોહર-BCCIના સંબંધો સારા રહ્યા ન હતા
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વિદર્ભના મનોહરને લઈને હંમેશા ખેંચતાણ અનુભવી રહ્યું હતું. હકીકતમાં તેમનું વલણ ઘણા લોકોને બીસીસીઆઈની વિરુદ્ધ લાગતું હતું.
ગ્રેવ્સને બીસીસીઆઈ સાથે છે સારા સંબંધો
બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રેવ્સની દાવેદારીના પક્ષમાં છે. ભારતીય બોર્ડ સાથે પણ તેમના ઘણા સારા સંબંધો છે. જોકે, બીસીસીઆઈએ જાહેરમાં તેમની દાવેદારીનું સમર્થન કર્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે મનોહરની તુલનામાં ગ્રેવ્સ સાથે બીસીસીઆઈના સંબંધો સારા રહેશે.
Comments
Post a Comment