ગુરુ સરોજ ખાનના નિધનથી ભાંગી પડી માધુરી દીક્ષિત, કહ્યું- ‘મારી પાસે શબ્દો નથી…’
સરોજ ખાનનું અવસાન

બોલિવુડમાં ચાર દશકાથી વધુ લાંબો સમય સુધી યોગદાન આપનારા ડાન્સિંગ ડિવા સરોજ ખાનનું નિધન થયું. ગુરુવારે મોડી રાત્રે 1.52 કલાકે સરોજ ખાને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સરોજ ખાનના નિધનથી ફરી એકવાર બોલિવુડમાં શોકની લહેર ફરી વળી છે. ફેન્સ અને સેલેબ્સ સરોજ ખાન સાથેની યાદો શેર કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોલિવુડમાં સરોજ ખાન અને માધુરી દીક્ષિતની જોડી વખણાય છે. માધુરી સરોજ ખાનને પોતાના ગુરુ માને છે. ત્યારે તેમના અવસાનથી એક્ટ્રેસ ભાંગી પડી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ગુરુ અને મિત્રના નિધનથી આઘાતમાં માધુરી
I’m devastated by the loss of my friend and guru, Saroj Khan. Will always be grateful for her work in helping me reach my full potential in dance. The world has lost an amazingly talented person. I will miss you
My sincere condolences to the family. #RIPSarojji
— Madhuri Dixit Nene (@MadhuriDixit) July 3, 2020
સરોજ ખાને માધુરી માટે અનેક હિટ ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા. માધુરી અને સરોજખાનની જોડીને સુપરહિટ માનવામાં આવે છે. ત્યારે તેમના નિધનથી માધુરીના જીવનમાં ખાલીપો આવ્યો છે. માધુરીએ શોક વ્યક્ત કરતાં લખ્યું, “મારા મિત્ર અને ગુરુ સરોજ ખાનના નિધનથી ઊંડા આઘાતમાં છું. તમે મારી ડાન્સિંગ ટેલેન્ટને નિખારવાની તક આપી તે માટે હંમેશા તમારી આભારી રહીશ. તમારી ખૂબ યાદ આવશે. તમારા પરિવારને મારી સાંત્વના.”
‘ડાન્સથી વધુ ઘણું શીખવ્યું છે’
View this post on Instagram
I’m devastated & at an utter loss of words today! Saroj ji was part of my journey since the beginning. She taught me a lot, not just about dance but so much more. There’s a rush of memories in my head thinking of this big personal loss. My heartfelt condolences to the family
માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર પણ સરોજ ખાન સાથેની તસવીરો શેર કરીને ભાવુક પોસ્ટ મૂકી છે. માધુરીએ લખ્યું, “હું ભાંગી પડી છું અને મારી પાસે શબ્દો નથી. સરોજજી શરૂઆતથી જ મારી સાથે હતા. તેમણે મને ડાન્સ ઉપરાંત પણ ઘણું શીખવ્યું છે. આ અંગત ખોટ પડી છે ત્યારે મારા મગજમાં વિચારોના વમળ ઉમટ્યા છે. પરિવારને દિલથી સાંત્વના.”
છેલ્લે ‘કલંક’માં સાથે કામ કર્યું હતું

માધુરીએ સરોજ ખાન સાથે છેલ્લે ફિલ્મ ‘કલંક’માં કામ કર્યું હતું. સરોજ ખાને માધુરી માટે ‘તબાહ હો ગયે’ ગીત કોરિયોગ્રાફ કર્યું હતું. જૂના ઈન્ટરવ્યૂમાં સરોજ ખાને આ ગીત વિશે કહ્યું હતું કે, તેમણે અને માધુરીએ મન મૂકીને નૃત્ય કર્યું હતું. માધુરીના કરિયરની શરૂઆતમાં સરોજ ખાને તેનો હાથ પકડ્યો હતો તો કોરિગ્રાફરના મુશ્કેલીના સમયમાં માધુરી પણ મદદે આવી હતી. જણાવી દઈએ કે, કાર્ડિયાક અરેસ્ટના લીધે 71 વર્ષની વયે સરોજ ખાનનું અવસાન થયું.
My sincere condolences to the family. #RIPSarojji
Comments
Post a Comment