બાળકો સાથે બાળક બની જતો હતો સુશાંત, ભાણિયાઓ સાથે મસ્તી કરતો વિડીયો વાયરલ
સુશાંતને પ્રિય હતા બાળકો

સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાને લોકોને ઊંડા શોકમાં ધકેલ્યા છે. સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યો તે માની શકવું લોકો માટે મુશ્કેલ છે ત્યારે ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જૂના વિડીયો શેર કરીને તેને યાદ કરી રહ્યા છે. સુશાંતના પ્રેરણાત્મક વર્કઆઉટ હોય, ગેલેક્સી માટેનો તેનો પ્રેમ, તેના ડોગ સાથે મસ્તી કરતા વિડીયો, ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા વિડીયો, જૂના ઈન્ટરવ્યૂ અને પરિવાર સાથેની ખાસ ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે બાળકો સાથે મસ્તી કરે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ભાણિયાઓ સાથે મસ્તી કરતો વિડીયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકો છો કે સુશાંત પલંગ પર કૂદી રહ્યો છે. વિડીયોમાં સુશાંતની બહેન પણ દેખાય છે એટલે એવું લાગી રહ્યું છે કે, તે તેના ભાણિયાઓ સાથે મસ્તી કરી રહ્યો છે. બાળકો સાથે બાળક બની ગયેલો સુશાંત પલંગ પર કૂદી રહ્યો છે. બંને ટેણિયાઓને પણ મામા સાથે મસ્તી કરવાની મજા પડી ગઈ છે. સુશાંતનો આ વિડીયો જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે.
દરિયા કિનારે બાળકને રમાડતો સુશાંત
View this post on Instagram
We are missing Sushant Singh Rajput’s childlike smile!
#majormissing #sushantsinghrajput #childlike #smile #ripsushantsinghrajput #bollywood #bollywoodactor #bollywoodceleb #bollywoodcelebrity #bollywoodnews #bollywoodmovie #etimes #entertainmenttimes
સુશાંતને બાળકો માટે પણ ખૂબ પ્રેમ હતો અને તે પોતાના ભાણિયાઓની ખૂબ નજીક હતો. સુશાંતનો બીજો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તે બીચ પર નાના બાળકને ઉંચકીને તેની સાથે મસ્તી કરે છે. આ સિવાય એવી ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જ્યાં સુશાંત બાળકોને વ્હાલ કરતો કે પ્રેમથી તેમની સાથે બેઠેલો કે વાત કરતો જોવા મળે છે.
ભાણી સાથે વાયરલ થઈ હતી તસવીર

થોડા દિવસ પહેલા સુશાંતની બહેને પણ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. જેમાં દિવંગત એક્ટર ભાણી સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે 29 જેટલા લોકોની પૂછપરછ કરી છે. હવે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની 6 જુલાઈના રોજ પૂછપરછ થશે તેવા અહેવાલો છે.
#majormissing #sushantsinghrajput #childlike #smile #ripsushantsinghrajput #bollywood #bollywoodactor #bollywoodceleb #bollywoodcelebrity #bollywoodnews #bollywoodmovie #etimes #entertainmenttimes
Comments
Post a Comment