રેલવેમાં ખાનગીકરણ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર વાર, ‘જનતા માફ નહીં કરે’
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રેલવેના ખાનગીકરણ પહેલા પગલાં પર સરકારને આડા હાથે લેતા તેમણે કહ્યું કે સરકારને તેમના આ નિર્ણય માટે જનતા માફ નહીં કરે. સરકારે આજે રેલેવમાં ખાનગીકરણ કરવા માટે કંપનીઓ પાસેથી પ્રપોઝલ મંગાવી છે. જેમાં હવે ખાનગી કંપનીઓ પેસેન્જર ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
મંત્રાલયના પ્રસ્તાવ મુજબ ખાનગી કંપનીઓને 35 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં દેશના 109 રૂટ પર 151 ટ્રેન ચલાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી રેલવેને 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે તેવો અંદાજ છે.
દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક જે લગભગ 13,000 ટ્રેનોમાં ચાલી છે, રેલવે અંદાજીત 12 લાખ કરતા વધુ લોકોને રોજગારી આપે છે. મુસાફરી માટે એક હિસ્સો સબસિડી પર ચાલે છે.
रेल ग़रीबों की एकमात्र जीवनरेखा है और सरकार उनसे ये भी छीन रही है।
जो छीनना है, छीनिये। लेकिन याद रहे- देश की जनता इसका करारा जवाब देगी।https://t.co/M6OQZ6xAz5
— Rahul Gandhi (@RahulGandhi) July 2, 2020
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ટ્વીટ કરીને લખ્યું કે, ‘રેલ ગરીબોની એકમાત્ર જીવનરેખા છે અને સરકાર તેને પણ છીનવી રહી છે. જે છીનવ્યું છે તે છીનવી લેજો પરંતુ યાદ રાખજો દેશની જનતા તેનો વળતો જવાબ આપશે.’
Comments
Post a Comment