બાપ રે! અહીં મગર મારીને ખાઈ ગયા કેટલાંક લોકો

મલકાનગિરી: મગરને તો જોતા જ ડરી જવાય છે, જે કોઈ મગરની પકડમાં આવી જાય તેનું મોત થઈ જાય છે. તેવામાં ઓડિશાના મલકાનગિરીના એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામના કેટલાંક લોકોએ કથિતરીતે મગરને મારી નાખ્યો અને પછી તે મગરને ખાઈ ગયા. આ ઘટનાની તપાસ માટે વન વિભાગે કુલ 3 ટીમની રચના કરી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પ્રાપ્ત માહિતી મુજબ, ઓડિશાના મલકાનગિરીના એક ગામમાં કેટલાંક લોકોએ કથિતરીતે એક મગરને પકડ્યો અને મારી નાખ્યો. પછી તેઓ આ મગરને ખાઈ ગયા. આ ઘટનાની જાણકારી આસપાસના લોકોએ વન વિભાગને આપી. પરંતુ, વન વિભાગને આ ઘટનાની તપાસ દરમિયાન ગામમાંથી કોઈ પુરાવા નથી મળ્યા.



ત્યાંના જિલ્લા વન અધિકારીએ આ ઘટના અંગે વધુ વાત કરતા જણાવ્યું કે મલકાનગિરીના એક ગામમાંથી એવી સૂચના મળી કે કેટલાંક લોકો મગર મારીને ખાઈ ગયા છે. જ્યારે અમે ગામમાં જઈને તપાસ કરી ત્યારે કોઈ પુરાવા મળ્યા નહીં. અમે આ કેસમાં તપાસ કરવા માટે કુલ 3 ટીમની રચના કરી છે. જેઓ શંકાસ્પદ લોકોની અટકાયત કરશે. તપાસમાં જે માહિતી મળશે તે આધારે એક્શન લેવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...