જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે જ હત્યા કરી નાખી

રાજકોટ: સોમવારે મોડી સાંજે જૂનાગઢના દૌલતપરા GIDC વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. શાક લેવા ગયેલી 30 વર્ષીય પરિણિતાની પૂર્વ પ્રેમીએ બજારની વચ્ચે જ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. અમરેલીના લાઠી શહેરમાં રહેતી તેના પૂર્વ પ્રેમી સંજય ગોસ્વામી (32)એ છરીના ઓછામાં ઓછા 10 ઘા માર્યા બાદ મહિલ ભાવના સોનુ ગોસ્વામીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભાવનાએ સંજયને મૂકી બીજા યુવક સાથે સંંબંધ બાંધતા તેને લાગી આવ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી સંજય તેના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી.


મૃતક ભાવના સોનુ ગોસ્વામીના ભાઈ ભરત શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન પછી ભાવના અમરેલીના વતન બગસરાથી લાઠી સ્થળાંતર કર્યા બાદ 2012-13માં સંજય સાથે સંપર્કમાં આવી હતી. 18 મહિના પહેલા સુધી બંનેના સંબંધ હતા. ભાવનાએ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં તેના માતા-પિતાને ઘરે રહેવા આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે સંજય ભાવનાને તેમના તૂટેલા સંબંધોને ફરીથી શરૂ કરવા માટેના સતત પ્રયત્ન કરતો હતો, પરંતુ ભાવનાએ ના પાડી હતી.


ત્યારબાદ તે સોશિયલ મીડિયાના માધ્યમથી 9 મહિના પહેલા જૂનાગઢના સોનુ ગૌસ્વામી સાથે સંપર્કમાં આવી હતી. અને બાદમાં બંને લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. સોમવારે સંજય જૂનાગઢ આવ્યો હતો અને ભાવનાને તેની સાથે આવવાનું કહ્યું હતું. પરંતુ ભાવનાએ તેની સાથે જવાની ના પાડતા સંજયએ છરીના 10 જેટલા ઘા મારીને તેની બજારની વચ્ચે હત્યા કરી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...