ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’
13 તારીખથી સીરિયલ થશે ટેલિકાસ્ટ

પોપ્યુલર ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 13મી જુલાઈથી ફરીથી રાત્રે 9.30 કલાકે સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થવાની છે. લોકડાઉનના કારણે છેલ્લા 3 મહિનાથી સીરિયલનું શૂટિંગ બંધ હતું, જો કે, થોડા દિવસ પહેલા શૂટિંગ શરુ કરાતાં દર્શકોને ફરીથી નવા એપિસોડ જોવા મળશે. ટીવી પર પોતાના ફેવરિટ કલાકારોને જોવા માટે ફેન્સ ઉત્સુક છે. પરંતુ શોમાં એક ટ્વિસ્ટ જોવા મળવાનો છે. જેનો પ્રોમો ચેનલે રિલીઝ કર્યો છે.
ડબલ રોલમાં જોવા મળશે નાયરા
DOUBLE the fun
DOUBLE the mischief
DOUBLE the golmaal
Ummm..did we mention DOUBLE?
Don’t miss exciting new episodes of #YehRishtaKyaKehlataHai, 13th July onwards at 9:30pm on StarPlus and Disney+ Hotstar.@shivangijoshi10 @momo_mohsin pic.twitter.com/59Op1wV6kD— StarPlus (@StarPlus) June 30, 2020
પ્રોમામાં શિવાંગી જોશી નાયરા અને ટીના એમ ડબલ રોલમાં જોવા મળી રહી છે. આ પાછળ પણ એક કારણ છે. વીડિયોમાં કાર્તિક ચિંતા વ્યક્તિ કરતો જોવા મળી રહ્યો છે તો નાયરા તેને કહી રહી છે કે, તે આ બધું તેના પરિવારને બચાવવા માટે કરી રહી છે.
નાયરાનો અલગ અંદાજ જોવા મળશે

શિવાંગી જોશી એટલે કે નાયરા આમ તો સીરિયલમાં મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જ જોવા મળે છે. પરંતુ જુડવા રોલમાં તે સાડીમાં અને ભારે ઘરેણા સાથે જોવા મળશે.
ફેન્સને પસંદ આવ્યો પ્રોમો

સીરિયલનો ફ્રેશ પ્રોમો સામે આવ્યા બાદ ફેન્સે બંનેને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. એકે લખ્યું છે કે, ‘સીરિયલ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહી છું. 3 મહિના બાદ તેઓ પાછા આવી રહ્યા છે’.
ફેન્સે પસંદ આવ્યા કાર્તિકના એક્સપ્રેશન

એક યૂઝરે લખ્યું છે કે, ‘નાયરા જે રીતે વિંક કરે છે અને કાર્તિક જે એક્સપ્રેશન આપે છે તે ગજબના છે. બંને ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે’

Comments
Post a Comment