અમરનાથ યાત્રા: ઘરે બેઠા કરો બાબા બર્ફાનીના દર્શન, આજથી આરતીનું લાઈવ પ્રસારણ શરૂ

ગોવિંદ ચૌહાણ, જમ્મૂ: બાબા અમરનાથના ભક્તો માટે સારા સમાચાર છે. હવે તેઓ ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. કોરોના સંકટના કારણે અમરનાથ યાત્રાને ટૂંકાવી દેવાઈ છે. કોરોનાને પગલે આ વર્ષે માત્ર 14 દિવસની અમરનાથા યાત્રા થઈ શકે છે. સામાન્ય રીતે અમરનાથ યાત્રા 45-60 દિવસની હોય છે. જો કે, આ દરમિયાન ભક્તો માટે સારા સમાચાર એ છે કે, 5 જુલાઈ એટલે કે આજથી પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે. જો કે, હજુ યાત્રાના દિવસો નક્કી કરવા માટેની બેઠક થઈ નથી તેમ જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 21 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે.


કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...