સુરતમાં કોરોના વિસ્ફોટ: સમસ્ત પાટીદાર ભવનમાં શરુ કરાયું કોવિડ કેર સેન્ટર

સુરત: કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતા સુરત મ્યુ. કોર્પોરેશને કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનું શરુ કર્યું છે. તેવામાં સમસ્ત પાટીદાર સમાજે કતારગામમાં આવેલા પાટીદાર ભવનમાં 100 પથારીઓ સાથે કોવિડ કેર સેન્ટર શરુ કર્યું છે. જેમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


સમસ્ત પાટીદાર સમાજના સ્થાપક ટ્રસ્ટી મધુર સવાણીના જણાવ્યા અનુસાર, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર ના હોય તેમના માટે એક ફ્લોર પર 100 પથારીઓ સાથેનું કોવિડ કેર સેન્ટર શરુ કરાયું છે. અહીં ડોક્ટરો પણ દર્દીઓની તપાસ કરવા નિયમિત આવશે, અને તેમને દવા, ભોજન તેમજ અન્ય સવલતો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.


ગુરુવારે સુરત શહેરમાં કોરોનાના 191 નવા કેસો સામે આવ્યા હતા, અને ત્રણના મોત થયા હતા. જ્યારે 133 દર્દીઓને જુદી-જુદી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, અલગ-અલગ જ્ઞાતિના આગેવાનો સાથે મુલાકાત કરીને કોમ્યુનિટી સેન્ટર્સના હોલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવા માટે તૈયારી કરવામાં આવી છે. જયંતિ રવિ મંગળવારથી જ સુરતમાં છે.


શહેરમાં અત્યારસુધી 50 જેટલી એનજીઓએ સ્વૈચ્છિક ધોરણે કોમ્યુનિટી સર્વેલન્સ માટે તૈયારી બતાવી છે. બીજી તરફ, જયંતિ રવિએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં નિયમોનો ભંગ કરનારા સામે સખ્ત કાર્યવાહી કરાશે. જે એરિયામાં પોઝિટિવ કેસો આવશે ત્યાં પાનના ગલ્લાં બંધ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...