ટ્રોલ થવા પર મલ્હાર ઠાકરે કહ્યું, ‘મને ટીકા સામે વાંધો નથી પરંતુ…’
કવિતા પોસ્ટ કરીને ટ્રોલ થયો મલ્હાર

અભિમન્યુ મિશ્રા, અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળ્યો હતો. તે લાઈવ વીડિયો દ્વારા પણ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેતો હતો. આ વચ્ચે તેણે ટ્વિટર પર એક વીડિયો એવો શેર કરી દીધો હતો, જે યૂઝર્સને પસંદ આવ્યો નહીં અને તેના કારણે તે ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયો હતો. આ વીડિયોમાં મલ્હાર પોતે લખેલી કવિતા સંભળાવી રહ્યો હતો. આ કિસ્સા બાદ એક્ટરે થોડા સમય માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લીધો હતો. બાદમાં તેણે ફેસબુક પર વધુ એક પોસ્ટ મૂકી હતી અને નફરતભરી કોમેન્ટ ન કરવાનું કહ્યું હતું. તે પહેલી વખત ટ્રોલ થયો હોય તેવું નથી આ પહેલા પણ તેની સાથે ઘણીવાર આમ થઈ ચૂક્યું છે. હાલમાં જ તેણે અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તે પોતાના પર બનેલા મીમ્સને ખૂબ એન્જોય કરે છે અને લોકો તેને ટ્રોલ કરે તો પણ તે બાબતને મનમાં લેતો નથી. પરંતુ તેને સાયબર બુલિંગ પસંદ નથી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
‘મને ખબર નથી પડતી કે મેં પોસ્ટ કરેલી કવિતા પર આટલી ખરાબ કોમેન્ટ કેમ?’
pic.twitter.com/Xx4ba3ytZm
— Malhar Thakar (@MalharThakar) June 7, 2020
મેં જે કવિતા પોસ્ટ કરી હતી તેના પર લોકોએ આટલો હોબાળો કેમ કર્યો તે મને સમજાતું નથી. ચાલો, માની લઈએ કે લોકો તેનો ખોટો અર્થ સમજ્યા હશે, પરંતુ કવિતા શું સૂચવું છે તે અંગે પણ મેં મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર સમજાવ્યું હતું. પરંતુ કોમેન્ટ્સ ખતમ ન થઈ અને ઉપરથી લોકો બીભત્સ ટિપ્પણી કરવા લાગ્યા. મને લાગે છે કે જે લોકો મને પસંદ નથી કરતાં તેમના દ્વારા મને બદનામ કરવાનો આ ઈરાદાપૂર્વકનો પ્રયાસ હતો. આ પહેલા પણ હું ટ્રોલ થયો છું પરંતુ આટલી ખરાબ રીતે નહીં. મારું શોષણ થયું હોય તેવું મને લાગી રહ્યું છે.
‘આ પ્રકારના સાયબર બુલિંગથી અપસેટ થયો છું’
View this post on Instagram
હું ફન-લવિંગ વ્યક્તિ છું અને મારા પર જે મીમ્સ બને છે તેને હું એન્જોય કરું છું. પરંતુ હું બુલિંગ હેન્ડલ કરી શકતો નથી. આ સમગ્ર ઘટના બાદ હું ખૂબ નિરાશ થયો છું, અને હું તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છું.
‘હું નકારાત્મકતાને હેન્ડલ કરી શકતો નથી’

પબ્લિક ફિગર તરીકે મને ક્રિટિસાઈઝ કરી શકો છો, પરંતુ નેગેટિવિટીને હું હેન્ડલ કરી શકતો નથી. જે લોકો સેલેબ્સને બદનામ કરીને આનંદ લઈ રહ્યા છે, તે તમામને હું કહેવા માગું છું કે ઉઠો અને તમારું જીવન જીવો.
pic.twitter.com/Xx4ba3ytZm
Comments
Post a Comment