રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ
રિદ્ધિમા કપૂરના પતિએ કર્યું પ્લાઝમા ડોનેશન

કોરોના કહેરની વચ્ચે બોલિવુડ સેલેબ્સ સતત ફેન્સને જાગૃત કરવાની સાથે પ્લાઝમા ડોનેટ કરવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે. કોરોનાને મ્હાત આપી ચૂકેલા દર્દીઓ અન્યોનો જીવ બચાવવા માટે પ્લાઝમાં ડોનેટ કરે તે માટે પ્રેરિત કરવાનું કામ સેલેબ્સ કરે છે. બી-ટાઉનમાંથી અજય દેવગણથી લઈને હૃતિક રોશન અને વરુણ ધવન સુધીના એક્ટર્સે પોતાના ફેન્સને કોવિડ વોરિયર બનવાની અપીલ કરી હતી. તો હાલમાં જ રિદ્ધિમા કપૂર સહાનીના પતિ ભરત સહાની પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રિદ્ધિમાએ કર્યા પતિના વખાણ

રણબીર કપૂરની બહેન અને સ્વ. એક્ટર ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાના પતિએ પ્લાઝમા ડોનેટ કર્યા છે. રિદ્ધિમાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભરતની તસવીર શેર કરીને આ વિશે જાણકારી આપી છે. રિદ્ધિમાએ લખ્યું, ‘ભરત તારા પર ગર્વ છે. આજે તેં પ્લાઝમા ડોનેટ કરીને કોઈની જિંદગી બચાવી છે.’
નીતુ કપૂરે કહ્યું- જમાઈ પર ગર્વ છે

રિદ્ધિમા ઉપરાંત નીતુ કપૂરે પણ જમાઈના આ નેક કામના વખાણ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નીતુ કપૂરે ભરતની તસવીર શેર કરીને લખ્યું, “કોરોનાના ગંભીર દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરવા બદલ મારા જમાઈ ભરત સહાની પર ગર્વ છે. હું આશા રાખું છું આમાંથી બીજા લોકો પણ પ્રેરણા લેશે અને પ્લાઝમા ડોનેટ કરશે.”
ભરતે પણ પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ

આ સાથે જ ભરત સહાનીએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્લાઝમા ડોનેટ કરતી તસવીર શેર કરી છે. સાથે જ કોરોનાના સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ કરી છે. ભરતે લખ્યું, ‘પ્લાઝમા ડોનેટ કરીને કોઈની જિંદગી બચાવો. આ સહેલું છે અને માત્ર 45 મિનિટનું કામ છે.ભારતમાં 6 લાખથી વધુ કોરોનાના દર્દી છે અને લગભગ ચાર લાખ દર્દી સાજા થયા છે. આપણા ત્યાં વધુ ડોનર છે જે ગંભીર દર્દીઓની મદદ કરી શકે છે. આપણે સૌ સાથે આવીશું તો આ મહામારીને હરાવી શકીશું.’
હાલ મુંબઈમાં છે રિદ્ધિમા

ઉલ્લખેનીય છે કે, ઋષિ કપૂરના નિધન બાદથી રિદ્ધિમા મુંબઈમાં મમ્મી સાથે રહે છે. રિદ્ધિમા અને તેના પતિ દિલ્હીમાં રહે છે. ઋષિ કપૂરના નિધન બાદ મમ્મી નીતુ કપૂર સાથે રહેવા રિદ્ધિમા દિલ્હીથી બાય રોડ મુંબઈ આવી હતી.
Comments
Post a Comment