માત્ર નજીકના પરિવારજનોની હાજરીમાં સુપર્દ-એ-ખાક થયા સરોજ ખાન

સરોજ ખાન થયા સુપર્દ-એ-ખાક



2020માં બોલિવુડને વધુ એક ઝટકો લાગ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના અવસાનના આઘાતમાંથી હજી તો લોકો બહાર નથી આવ્યા ત્યાં ડાન્સના મલ્લિકા સરોજ ખાનના નિધનના સમાચાર આવ્યા. 3 જુલાઈએ વહેલી સવારે સરોજ ખાને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કાર્ડિયાક અરેસ્ટના કારણે સરોજ ખાનનું 71 વર્ષની વયે અવસાન થયું. મલાડ સ્થિત મુસ્લિમ કબ્રસ્તાનમાં સરોજ ખાનને સુપર્દ-એ-ખાક કરવામાં આવ્યા. આ દરમિયાન માત્ર નજીકના પરિવારજનો હાજર હતા.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


15 દિવસથી હતા બીમાર




 












View this post on Instagram



















 


Saroj khan body was brought to kabristan.The burial took place at Malad Muslim Kabristaan early in the morning. #ripsarojkhan #sarojkhan


A post shared by NBT Hindi News (@nbt_hindi_news) on





મીડિયા રિપોર્ટ પ્રમાણે, 17 જૂનથી સરોજ ખાનને મુંબઈની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરોજ ખાનને ડાયાબિટીસ સહિતની ઘણી બીમારી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોનાનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે, સરોજ ખાનનો પરિવાર આવતા અઠવાડિયે પ્રાર્થના સભાનું આયોજન કરશે.


આવતા અઠવાડિયે યોજાશે પ્રાર્થના સભા




 












View this post on Instagram



















 


Late veteran choreographer #sarojkhan ‘s family members spotted outside the cemetery during her funeral . . #sarojkhan #SarojJi #ripsarojkhan #bollywood #bollywoodnews #etimes #entertainmenttimes


A post shared by ETimes (@etimes) on





 


સરોજ ખાનના દીકરી સુકૈનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અમે સવારે 7 વાગ્યે તેમને દફન કર્યા. તેમની પ્રાર્થના સભા ત્રણ દિવસ પછી યોજવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે મર્યાદિત લોકોની હાજરીમાં સરોજ ખાનની દફનવિધિ થઈ હતી.


બોલિવુડ શોકમાં ગરકાવ



સરોજ ખાને માત્ર 3 વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયર શરૂ કર્યું હતું. તેમણે પોતાના કરિયરમાં 2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. સરોજ ખાનને ત્રણવાર નેશનલ અવોર્ડ મળ્યો છે. કોરિયોગ્રાફીમાં સૌથી વધુ અવોર્ડ સરોજ ખાને જીત્યા છે. સરોજ ખાનના અવસાન પર અમિતાભ બચ્ચનથી માંડી તાપસી પન્નુ સુધીના કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...