કોરોના બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જશે કાર્તિક-નાયરાની લવ સ્ટોરી? સામે આવ્યો નવો પ્રોમો

યૈ રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નવા ટ્વીસ્ટ



કોરોના વાયરસના કારણે બંધ પડેલી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીએ ફરીથી ઝડપ પકડી છે. લગભગ 3 મહિના બાદ ફરીથી ટીવી સીરિયલ્સના શૂટિંગ શરૂ થઈ રહ્યા છે. તે પણ સરકારની નવી ગાઈડલાઈન્સ સાથે. મોટાભાગની સીરિયલ્સના શૂટિંગ શરૂ થઈ ચૂક્યા છે અને તેમના પ્રોમો પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે ટીવીના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો એક નવો પ્રોમો સામે આવી ચૂક્યો છે. જેને જોયા બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે શોમાં ઘણા મોટા ફેરફાર જોવા મળવાના છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


સીરિયલનો નવો પ્રોમો સામે આવ્યો














View this post on Instagram




















Aa raha hai aapka Kartik aapse milne 13 July ko. #YehRishtaKyaKehlataHai, 13 July se, Raat 9.30 baje StarPlus aur Disney+ Hotstar par: http://bit.ly/YRKKHHotstar @khan_mohsinkhan @shivangijoshi18


A post shared by StarPlus (@starplus) on





પ્રોમો દ્વારા દર્શકોને આ વાતની જાણકારી આપવામાં આવી છે કે 13 જુલાઈથી તેઓ પોતાની ફેવરિટ સીરિયલ જોઈ શકશે. આ સાથે જ પ્રોમોથી સ્પષ્ટ છે કે દર્શકોને સીરિયલમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળશે. વીડિયોમાં કાર્તિકનું પાત્ર ભજવી રહેલો મોહસિન ખાન છે, જેમાં તે કહેતા દેખાય છે કે તેની જિંદગીમાં મહત્વપૂર્ણ સ્થાન રાખનારી નાયરા હવે તેનાથી દૂર છે. પરંતુ તે બંને જલ્દી મળશે અને તે ફરી નાયરા સાથે પાછો આવશે.


11 વર્ષોથી સીરિયલનો દબદબો



સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરાઈ રહ્યો છે અને દર્શકો પોતાની ફેવરિટ સીરિયલ જોવા માટે આતૂર છે. દર્શકો આ વાતને લઈને ખૂબ ઉત્સુક છે કે હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કયા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળશે અને કાર્તિક-નાયરાની લવ સ્ટોરીમાં શું ફેરફાર થશે. જોકે પ્રોમો જોઈને લાગી રહ્યું છે કે સીરિયલમાં નાયરાની ડુપ્લિકેટની એન્ટ્રી થવાની છે. જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં શિવાંગી જોશી અને મોહનસિન ખાન નાયરા અને કાર્તિકનો લીડ રોલ પ્લે કરી રહ્યા છે. લગભગ 11 વર્ષોથી આ સીરિયલે ટીવી જગતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...