કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બનનારા પ્રથમ કૃષ્ણ મંદિરના પાયાને કેટલાક કટ્ટરપંથીઓએ તોડી નાંખ્યા છે. ઈમરાન ખાન સરકારે બે દિવસ પહેલા જ મુસ્લિમ કટ્ટરપંથીઓના ફતવા આગે ઘૂંટણ ટેકવી દેતા મંદિરના નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી હતી. આ મંદિરનું નિર્માણ કાર્ય પાકિસ્તાનની કેપિટલ ડેવલોપમેન્ટ ઓથોરિટી કરી રહી હતી. પાકિસ્તાન સરકારે હવે મંદિર સંબંધમાં ઈસ્લામિક આઈડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનો નિર્ણય કર્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ધાર્મિક પાસાને જોયા બાદ લેવાશે નિર્ણય
ધાર્મિક મામલાના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે ધાર્મિક પાસાને જોયા બાદ મંદિરને બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન લઘુમતીઓના પૂજા સ્થળો માટે ફંડ જારી કરવાનો નિર્ણય લેશે. મંદિર નિર્માણ પર રોક લગાવ્યા બાદ તેમણે તે પણ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોની રક્ષા કરવામાં આવશે.


મંદિર નિર્માણ વિરુદ્ધ ફતવો જારી
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવતા પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે. ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. થોડા દિવસ પહેલા જ આ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેના માટે ઈમરાન ખાન સરકારે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.


20 હજાર વર્ગફૂટમાં બની રહ્યું છે મંદિર
ભગવાન કૃષ્ણના આ મંદિરને ઈસ્લામાબાદના એચ-9 વિસ્તારમાં 20 હજાર વર્ગફૂટના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના માનવાધિકારોના સંસદિય સચિવ લાલચંદ્ર માલ્હીએ આ મંદિરની આધારશીલા મૂકી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા માલ્હીએ કહ્યું હતું કે 1947 પહેલા ઈસ્લામાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણા હિંદુ મંદિરો હતા.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...