ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ બાદ વડાપ્રધાન મોદીએ દેશને આપી એપ ચેલેન્જ

હવે એપમાં પણ આત્મનિર્ભરતા


ચીનને આર્થિક મોરચે જવાબ આપવા માટે ભારત સરકારે ફક્ત 59 ચાઈનિઝ એપ પર પ્રતિબંધ જ નથી મૂક્યો પરંતુ હવે આ મામલે પણ ભારતને આત્મનિર્ભર બનાવવાની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મોદીએ લખ્યું છે કે, આજે મેડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવા માટે ટેકનિકલ અને સ્ટાર્ટઅપ ગ્રૂપ વચ્ચે અપાર ઉત્સાહ છે. તેથી @Gol_MeitY અને @AIMtolnnovate મળીને ઈનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છીએ.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


વડાપ્રધાન મોદીએ આપી ચેલેન્જ




વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે કે તમને લાગે છે કે કંઈક સારું કરવાનો દ્રષ્ટીકોણ અને ક્ષમતા છે તો ટેક કોમ્યુનિટી સાથે જોડાવો. વડપાર્ધાન મોદીએ લિન્ક્ડઈન પર પોતાના વિચારો રજૂ કર્યા છે.


ચીનની મોટી કમાણી પર ભારતે લગાવ્યો પ્રતિબંધ




ભારત સરકારે ચીનની ઘણી એવી એપ બંધ કરી દીધી છે જે ભારતમાં ઘણી જ લોકપ્રિય હતી અને મોટી કમાણી કરતી હતી. લદાખ સરહદ પર ચીન સાથેના તણાવ બાદ તથા આ એપમાં કેટલીક ખામીઓ જોયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ભારત સરકારનો આ નિર્ણય ચીનને ઘણો ખૂંચ્યો છે. ભારત દ્વારા ચીનની જે એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ટિકટોક અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે.


લદાખ જઈને મોદીએ ચીન પર માર્યા ચાબખા


વડાપ્રધાને શુક્રવારે અચાનક જ લદાખની મુલાકાત લીધી હતી અને ભારતીય જવાનનો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન તેમણે ચીનનું નામ લીધા વગર તેના પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો છે અને હવેનો સમય વિકાસવાદનો છે. તેમણે તે પણ કહ્યું હતું કે ભારત ક્યારેય નમ્યુ નથી અને નમશે પણ નહીં.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...