કોરોના વચ્ચે હેલિકોપ્ટરથી નાસિક પહોંચ્યો અક્ષય કુમાર, મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા
વિવાદમાં અક્ષય કુમાર

એક ખાનગી હેલિકોપ્ટરમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર નાસિક પહોંચ્યા બાદ વિવાદ થયો છે. આ મામલે મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળે તપાસના આદેશ આપ્યા છે. ચર્ચા એવી છે કે અક્ષય કુમારને કોની પરમિશનથી વીઆઈપી સુરક્ષા પુરી પાડવામાં આવી.
‘કંઈક ખોટું થયું હશે તો તપાસ કરાશે’

છગન ભુજબળે આ મામલે કહ્યું કે તેમને એ વાતનો અંદાજ નથી કે હોટલી શરૂઆત કેવી રીતે થયું અને હેલિકોપ્ટરને કેવી રીતે પરમિશન મળી, જો કંઈ ખોટું થયું હશે તો તેની તપાસ થશે.
શરૂ થયો વિવાદ

નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વરના અજનેરી ગામની અક્ષય કુમારે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર અહીં લેન્ડ થયું હતું. ત્યારથી આ વિવાદ શરૂ થયો છે.
સુરક્ષાની પણ કરાશે તપાસ

છગન ભુજબળે કહ્યું કે, ‘અક્ષય કુમારને આપવામાં આવેલી સુરક્ષાની પણ તપાસ કરવામાં આવશે.’
Comments
Post a Comment