કોલકાતા એરપોર્ટે અમદાવાદ સહિત 6 શહેરોથી ફ્લાઈટ પર લગાવી રોક

કોલકાતા: કોલકાતા એરપોર્ટે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, નાગપુર, પૂના અને અમદાવાદથી કોલકાતાની ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. આ અંગેની વધારે જાણકારી આપતા કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે આ પ્રતિબંધ તારીખ 6થી 19 જુલાઈ સુધી લાગુ રહેશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કરવામાં આવેલ આગ્રહભરી વિનંતી બાદ આ ફ્લાઈટ્સ રોકવાનો નિર્ણય લીધો. આ પ્રતિબંધ આગામી આદેશ એટલે કે તારીખ 19 જુલાઈ સુધી ચાલુ રહેશે.



દેશમાં વ્યાપક લોકડાઉન બાદ તારીખ 25મેથી ડોમસ્ટિક ફ્લાઈટ્સ ચાલુ કરવામાં આવી હતી. લગભગ 2 મહિના સુધી આ ફ્લાઈટ્સ બંધ રહી હતી. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હજુ ચાલુ છે.


કોલકાતામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 19710 કેસ નોંધાયા છે અને કુલ 293 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો ભારતમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 648,315 કેસ નોંધાયા છે અને કુલ 18,655 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...