અમદાવાદઃ આ તારીખે શહેરભરમાં 2 લાખથી વધારે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ લોકડાઉનમાં થયેલા આર્થિક નુકસાન તેમજ રીક્ષા ચાલકોને સહાય બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ માંગણી ન સંતોષાતા ઓટોરીક્ષા ચાલક એસોસિએશન દ્વારા આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
કોરોના વાયરસને કારણે જાહેર કરેલા લોકડાઉનમાં અનેક ધંધા-રોજગાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધંધા ઉદ્યોગને ફરી બેઠા કરવા માટે સરકાર દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી. આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન આપવામાં આવી રહી છે. જોકે આ લોન માટેના પુરાવા એકઠા કરવા મુશ્કેલ હોવાથી તેમાં રાહત આપવા જેવી માંગણીઓ સાથે ઓટો રીક્ષા યુનિયનો દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત અંગે સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા અમદાવાદના 2 લાખથી વધારે રીક્ષા ચાલકો આગામી 7 જુલાઈના રોજ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. આ દિવસે શહેરની મોટાભાગની રીક્ષાના પૈડાં થંભી જશે.
Comments
Post a Comment