અમદાવાદમાં કોરોના વાયરસના 202 નવા કેસ નોંધાયા, સાત લોકોના મૃત્યુ

અમદાવાદ માટે રાહતની વાત એ છે કે અહીં કોરોના વાયરસના કેસ અને તેના મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે, બીજી તરફ સુરતમાં વધી રહેલા કેસો સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 202 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 191 અને સુરત જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 200ની આસપાસ રહી છે. છેલ્લા 24 કલાકમાં 202 નવા કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં જ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ જિલ્લામાં કેસ કે મૃત્યુઆંક નોંધાયો નથી. અમદાવાદમાં કુલ 147 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


બીજી તરફ સુરતમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 191 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 179 લોકો ડિસ્ચાર્જ થયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...