કોરોનાઃ સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ અને અમદાવાદમાં 162 નવા કેસ

સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ કેસ


ગુજરાતમાં સુરત હવે કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. સુરતમાં સતત બીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધારે છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 218 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 162 કેસ નોંધાયા છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


અમદાવાદમાં કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધુ


અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 162 કેસ નોંધાયા છે જેની સામે 201 લોકો સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે મૃત્યુઆંક પણ ઘટ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે. અમદાવાદ જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે અને 15 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક વ્યક્તિ આ જીવલેણ વાયરસનો ભોગ બન્યો છે.


સુરતમાં કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે


બીજી તરફ સુરતમાં સતત બીજા દિવસે કેસની સંખ્યા 200થી ઉપરની રહી છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 218 નવા કેસ નોંધાયા છે. જ્યારે 86 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર વ્યક્તિઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સુરત જિલ્લામાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે અને 20 લોકો સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...