બિહારમાં ફરી આકાશમાંથી આવ્યું મોત, વીજળી પડતાં 11 લોકોએ ગુમાવ્યા જીવ
પટનાઃ આજે બિહારમાં ફરી એક વખત આકાશમાંથી મોત વરસ્યું. મંગળવારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વીજળી પડતા 11 લોકોના મોત થયા છે. જેમાં રાજધાનીમાં 2, છપરામાં 5, નવાદામાં 2 , લખીસરાયમાં 1 અને જમુઈમાં એક વ્યક્તિનું મોત થયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
મૃતકો પ્રત્યે સંવેદતા વ્યક્ત કરતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે આ દુખદ સમયમાં અમે પ્રભાવિત પરિવારો સાથે છીએ. આ સાથે તેમણે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ પહેલા ગુરુવારે બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત થયા હતા. આ સાથે અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી 24 લોકોના મોત થઈ ચૂકયા છે.
આ ઉપરાંત ગુજરાતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
Comments
Post a Comment